સોમવાર, 3 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 118

એક પત્નીએ સોંદર્ય પ્રસાધનોની દુકાનના વિક્રેતાને કહ્યુ - મને લીલા રંગની લિપસ્ટિક જોઈએ. દુકાનદાર બોલ્યો - લીલી જ કેમ ? આ રંગની લિપસ્ટિક હોઠો પર ગંદી લાગે છે. પત્નીએ શરમાતા કહ્યુ - વાત એમ છે કે મારા પતિ રેલ્વેના ગાર્ડ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા ઝાડ પર ચઢી ગયો, તો ઝાડ પર બેસેલા વાંદરાએ પૂછ્યું : ઉપર કેમ આવ્યો ? સંતા- સફરજન ખાવા. વાંદરો- પણ આ તો કેરીનું ઝાડ છે! સંતા- હા ખબર છે, એટલે જ તો સફરજન સાથે લાવ્યોય છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પિતા - બેટા, તને ગણિતમાં કેટલા માર્કસ મળ્યા ? પુત્ર - પિતાજી મને ભાઈ કરતાં 10 ઓછા મળ્યા. પિતા - સારું, તો તારા ભાઈને કેટલા મળ્યા ? પુત્ર - તેને દસ નંબર મળ્યા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો