મંગળવાર, 11 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 122

એક જાડી સ્ત્રી બે માળની બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ. જાડી સ્ત્રીના પતિએ થોડીવાર પછી ડોક્ટરને પૂછયુ - ડોક્ટર સાહેબ, મારી પત્ની હોશમાં આવી કે નહી ? ડોક્ટર - તમારી પત્નીને તો હોશ આવી ગયો, પરંતુ જે સાત બાળકો પર એ પડી હતી તે હજુ બેહોશ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રેમિકા(પ્રેમીને)- શું વાત છે, તુ ખૂબ ઉદાસ લાગી રહ્યો છે ? પ્રેમી - મેં હમણાં જ એક કરુણાંત બુક વાંચી છે. પ્રેમિકા - કઈ બુક ? પ્રેમી -બેંકની પાસબુક.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પોસ્ટઓફિસના કાઉન્ટર પર એક બોર્ડ ટીંગાડેલું હતું. એના ઉપર લખ્યું હતું, 'પૂછપરછ - તમે કંઈ પણ પૂછી શકો છો.' એક ગામડિયો કાઉન્ટર પાસે પહોંચ્યો અને પૂછ્યું, 'બહેન, જલેબીનો શું ભાવ છે?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો