ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 228

માઁ - બેટા, આજે તે સ્કૂલમાં ધીંગામસ્તી તો નથી કરીને ?
બેટા- ના માઁ, હું તો આખો દિવસ શાંતિથી અંગૂઠા પકડીને ઊભો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છોકરીની છેડતીનો એક કેસ ચાલી રહ્યો હતો. જજે યુવતીને પૂછ્યુ - શુ તમે આ યુવકને જાણો છો ?
હા, આ એ જ છે જેણે મારી સાથે છેડતી કરી હતી - યુવતીએ યુવક તરફ હાથ કરીને કહ્યુ
જજે પૂછ્યુ - આણે તમારી છેડતી ક્યારે કરી હતી ?
યુવતીએ શરમાઈન કહ્યુ - જી, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"હું દિવસમાં બે વાર દાઢી કરું છું."
"હું આખો દિવસ દાઢી કરું છું"
"કેમ બીજું કંઈ કામ નથી હોતું ?"
"એ જ કામ છે. હું વાળંદ છું !"

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો