બુધવાર, 8 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 224

સંતા - તુ શું કરે છે ?
બંતા - હું ટ્ર્ક નો ડ્રાઈવર છુ, અને તુ ?
સંતા - હું તો પાઈલોટ છું.
બંતા- આ પાઈલોટ કોણ હોય છે ?
સંતા- તે જે વિમાન ઉડાવે છે.
બંતા- સારું, તો એમ બોલને કે તું પ્લેનનો ડ્રાઈવર છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્રકાર : 'શેઠજી, તમે આટલા પૈસાદાર કેવી રીતે થઈ શક્યા ?
શેઠ : 'ભાઈ, વાત બહુ લાંબી છે. કહેવા બેસું તો અંધારું થઈ જાય ને મારે દીવો બાળવો પડે !'
પત્રકાર : 'ના કહેશો, શેઠજી, હું સમજી ગયો !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શ્રીમતીજીએ છાંપું વાંચતાં પતિને પૂછ્યું - સાંભળો તો, આ પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કરમાં શુ તફાવત છે ?
પતિ - એ જ, જે તમારું મારા જોડે પૈસા માંગવામાં અને ચૂપચાપ પૈસા કાઢવામાં
હોય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો