શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 229

નટુ : 'આ બસમાં સિગારેટ પી શકાય ?'
ગટુ : 'ના, જી.'
નટુ : 'તો પછી આટલા બધા ઠૂંઠા ક્યાંથી આવ્યા ?'
ગટુ : 'જે લોકો પૂછતા નથી તેમણે પીધેલી સિગારેટના હશે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સ્કૂ-લમાં શિક્ષકે વિદ્યાર્થીઓને 'જો હું કોઈ મોટી કંપનીનો મેનેજર હોઉં તો...' વિષય પર નિબંધ લખવા આપ્યોા. બધા વિદ્યાર્થીઓ નિબંધ લખી રહ્યાં હતા, ત્યાંો જ શિક્ષકની નજર મનુ પર પડી, એ નોટબુક લઈને ચુપચાપ બેઠો હતો.
શિક્ષક-કેમ મનુ શું થયું? નિબંધ આવડતો નથી.
મનુ- 'ના ના સર, હું મારી સેક્રેટરીની રાહ જોઈ રહ્યો છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જાસૂસ ખાતામાં છગન ઈન્ટરવ્યૂ આપવા આવ્યો :
મેનેજર : 'ગાંધીજીને કોણે માર્યા ?'
સંતાસિંહ : 'મને નોકરીમાં રાખવા બદલ આભાર. સર ! બે દિવસમાં જ શોધી કાઢીશ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો