રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 226

શેઠ - કેમ તુ, એક અઠવાડિયાની રજા પર જાય છે ?
નોકર - સર, મારા લગ્ન છે.
શેઠ - કયા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરવા તૈયાર છે ?
નોકર - તમારી દીકરી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વાર પપ્પાએ નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા, મમ્મી બોલી બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે. તેમના ચાર વર્ષના છોકરા બબલુને આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યુ - મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શુ ?
મમ્મી બોલી - જે ઘરમાં ન હોય તે.
એક દિવસ બપોરે ટીવી જોઈ રહ્યો હતો, એટલામાં કોઈ મિત્ર તેના પપ્પાને મળવા આવ્યા. તેમણે પૂછ્યુ - બેટા પપ્પા છે ?
બબલુ બોલ્યો - પપ્પા તો આઉટ ઓફ સ્ટોક છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રોહને સોહનને પૂછ્યુ - શુ તુ તારી મમ્મીનું કહેવું માને છે ?
સોહને કહ્યુ - હા, બિલકુલ સાંભળુ છુ, ઉલટાનુ તે કહે છે તેનાથી વધુ માનુ છુ.
રોહન - એ કેવી રીતે ?
સોહન - જ્યારે માઁ કહે છે કે ફ્રિજમાં રાખેલી કેરીમાંથી એક ખાઈ લે તો હું બધી જ ખઈ જઉ છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો