સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 230

આળસુ માણસે ખુશ થઇને તેના મિત્રને કહ્યું: કુદરત મારી જુદી જુદી રીતે મદદ કરી રહ્યું છે. હાથ-પગ નથી હલાવવા પડતા અને કામ થઇ જાય છે. મારે ઝાડ કાપવાના હતા, એટલામાં તોફાને મદદ કરી, હું કચરાનો ઢગલો સળગાવવાનું વિચારી રહ્યો હતો કે એટલી વારમાં આકાશમાંથી વીજળી પડી અને કચરામાં આગ લાગી ગઇ. મિત્ર: તો હવે શુ પ્રોગ્રામ છે.? આળસુ બોલ્યો: મારે જમીનમાંથી બટાટા અને ગાજર કાઢવાના છે, ભુકંપની રાહ જોઇ રહ્યો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતાની પ્રેમિકા ગુસ્સામાં બેસી હતી. બંતાએ તેનુ કારણ પૂછ્યુ તો તે બોલી - પુરૂષો સ્ત્રીઓને અબલા કહે છે તે સ્ત્રીઓનુ અપમાન છે.
બંતાએ કહ્યુ - તો ઠીક છે, થોડા દિવસોમાં પુરૂષો તેને બલા કહેશે, તો ચાલશે ને ?
હવે તુ જ કહે શુ કહેવુ જોઈએ બલા કે અબલા ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉકટર મગન નર્સના પ્રેમમાં પડ્યા. એણે નર્સને પ્રથમ પ્રેમપત્ર લખ્યો : I Love you sister !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો