શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 222

દર્દી : ડૉકટર સાહેબ, હવે મને તમારું બિલ આપી દો તો સારું.
ડૉકટર : હજી તમને આરામની જરૂર છે તમારામાં હજી એટલી શક્તિ નથી આવી, સમજ્યા !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગ્રાહક : 'આ તમારી હોટલના નોકરો કેવા છે ? હજામત માટે ગરમ પાણી આપી ગયા તે કેટલું બધું ખરાબ હતું. ?'
મૅનેજર : 'અરે સાહેબ ! એ તો તમારા માટે સવારની ચા મોકલી હતી. હજામતનું પાણી નહિ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શેઠ : 'તમે કોઈને કોઈ બહાનું બતાવી રજાઓ લીધા કરો છો. પહેલાં તમારાં સાસુ મરી ગયાં, પછી દીકરી માંદી પડી, એ પછી સાળાના લગ્નમાં જવા માટે રજા લીધી… બોલો, હવે શાને માટે રજા જોઈએ છે ?'
કર્મચારી : 'સાહેબ, મારાં પોતાનાં લગ્ન છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો