શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 225

સંતાના નવા નવા લગ્ન થયા હતા. એક દિવસ તે મૂંઝવણમાં હતો. બંતાએ તેને જોઈને પૂછ્યુ - બહુ ટેંશનમાં લાગે છે.
સંતા- યાર, બહુ મોટી મુસીબત છે, હજુ સુધી અમને રહેવા માટે ઘર નથી મળ્યુ.
બંતા - તો તુ તારા સસરાની ઘેર જઈને કેમ નથી રહેતો, એમનુ તો ખૂબ મોટુ મકાન છે.
સંતા - અરે ભાઈ, મારા સસરા તો પોતે જ તેમના સસરાની ઘરે રહે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉકટર (દર્દીને) : 'તમને જાણીને દુ:ખ થશે, પરંતુ તમારે મારી દવા લાંબો વખત કરવી પડશે.
દર્દી : તમને પણ જાણીને દુ:ખ થશે કે તમારે તમારી ફી માટે લાંબો વખત રાહ જોવી પડશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાજુ : 'યાર. સારું થયું કે મારો જન્મ ભારતમાં થયો, અમેરિકામાં ન થયો !'
દિપક : 'કેમ ? અમેરિકામાં જન્મ થયો હોત તો શું થાત ?'
રાજુ : 'મને અંગ્રેજી ભાષા બોલતા ક્યાં આવડે છે !?!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો