રવિવાર, 30 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 314

લગ્નની પાર્ટીમાં હાજર રહેલા આમંત્રિતોમાંથી સૌથી લાંબું લગ્નજીવન ટકાવનારા દંપતિને બોલાવીને પૂછ્યુ - 'તમે આ નવપરિણીત દંપતીને શી સલાહ આપશો?'
પતિએ જવાબ આપ્યો - 'લગ્નજીવન ટકાવી રાખવું હોય તો એક વાક્ય સૌથી વધારે વખત બોલવું: 'તારી વાત સાચી છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટર સાહેબ મારુ દિલ અને મગજ બિલકુલ જવાબ આપી ચૂક્યુ છે. જરાક આહટ થતાં જ ઉછળી પડે છે.
દરવાજાની ઘંટી વાગત જ દિલ જોર-જોરથી ધડકવા માંડે છે. રાત્રે ઉંધ આવતી નથી, મારી બીમારી શુ છે. મને તો કશું જ સમજાતુ નથી. એક રોગીએ ડોક્ટરને આશ્ચર્ય સહિત પૂછ્યુ.

તમારી અને મારી બીમારીમાં કોઈ અંતર નથી. તારી જેમ હું પણ વિવાહિત છુ - ડોક્ટરે સમજાવતા કહ્યુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન ક્યારનો અરીસા સામે આંખો બંધ કરીને ઊભો હતો. પત્નીએ બૂમ પાડી : શું કરો છો ?
મગન : જોઉં છું કે હું સૂતો હોઉં ત્યારે કેવો લાગું છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો