ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 309

પતિ-પત્નીમાં બોલચાલ બંધ હતી પતિએ બીજા દિવસે સવારે ઉઠીને કશે જવાનું હતુ. તેમણે એક કાગળ પર પત્નીને લખી દીધુ - સવારે મને છ વાગે ઉઠાડી દેજે. સવારે પતિની આંખો ખુલી તો સાત વાગ્યા હતા, પણ તેના પથારી પાસે એક કાગળ પડ્યો હતો, જેમાં લખ્યું હતુ કે - ઉઠો છ વાગી ગયા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

યુવતી (ભિખારીને) : ભાઈ, તું આવો હટોકટો થઈને ભીખ માગે છે આના કરતાં તું મહેનત કરીને કમાણી કર.
ભિખારી : બેન, તમે પણ એવા રૂપાળાં છો કે તમે ફિલ્મ લાઈનમાં ચાલો તોય તમે ઘરકામ કરો છો.
યુવતી : એક મિનિટ ઉભો રહે, લે આ પાંચ રૂપિયા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - અરે યાર બંતા, તુ મારા લગ્નમાં તો આવીશને ?
બંતા - જરૂર, હુ એ લોકો જેવો નથી જે મુસીબતમાં પોતાના મિત્રને એકલો છોડી દે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો