બુધવાર, 26 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 312

મ્નસુખલાલની પોતાની પત્ની સાથે સખત લડાઈ થઈ ગઈ. પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંકીને માર્યુ, જે મનસુખના ઘુંટણ પર વાગ્યું અને હાડકું
તૂટી ગયુ.હોસ્પિટલમાં પ્લાસ્ટર કરાવ્યાં પછી જ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને પોતાના બાજુના પલંગ પર એક દર્દીને સૂતેલો
જોયો, જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.
મનસુખલાલે તેને પૂછ્યું - શુ તમારી બે પત્નીઓ છે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : 'કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?'
મનિયો : 'હું બોલું સર ?'
શિક્ષક : 'હા બોલ'
મનિયો : 'કીડીઓ આપણને મમ્મીએ મીઠાઈ ક્યાં મૂકી છે એ શોધી આપે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની-તમે મને ચીઢવો છો ને હું હવે પહેલા જેવી નથી દેખાતી, પણ ખબર છે હું આજે પણ દેખાવડી છુ, આજે બસમાં મને જોઈને ત્રણ-ત્રણ માણસોએ ઉભા થઈને મને જગ્યા આપી.
પતિ-તેઓ જાણતા હતા, કે કોઈ એક ઉઠશે તો તુ બેસી નહી શકે, અને બે ઉઠશે તો બાકીના એકને બેસવામાં તકલીફ થશે. તને ત્રણ સીટ તો જોઈએ જ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો