શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 310

વૈદ્ય : 'કાકા ! તમારા ડાબા ઘૂંટણમાં જે દરદ થાય છે તે ઉંમરને કારણે હોઈ શકે.'
કાકા : 'તમેય શું ધૂળ જેવી ફેંકી દેવા જેવી વાત કરો છો વૈદ્યરાજ ! મારા જમણા ઘૂંટણની પણ એટલી જ ઉંમર છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની એને કહેવાય જે લગ્ન પછી 10-15 વર્ષ સુધી ટોકી ટોકીને તમારી બધી જ આદતો ને બદલતી રહે અને પછી પાછી એની એ જ એવું કહે કે :
'તમે હવે પહેલાં જેવા નથી રહ્યા !!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક રાજકીય નેતાને મેદાનમાંથી પથ્થરો વીણતા જોઈને કોઈએ તેમને પૂછ્યું : 'અરે વાહ ! તમે તો ભારે નિષ્ઠાવાન ! જાતે જ મેદાન સાફ કરવા લાગી પડ્યા… શ્રમ-સપ્તાહ ઊજવો છો કે શું ?'
નેતા કહે : 'ના ભાઈ ના, આજે રાતે અહીં મારું ભાષણ છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો