સોમવાર, 10 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 304

ટિકિટચેકર : 'માત્ર બાર વર્ષની ઉંમરથી નીચેનાં બાળકો જ અડધી ટિકિટમાં મુસાફરી કરી શકે છે. તને કેટલાં વર્ષ થયાં છે ?'
છોકરો : 'અગિયાર વર્ષ, અગિયાર મહિના, ઓગણત્રીસ દિવસ અને ત્રેવીસ કલાક.'
ટિકિટચેકર : 'બારમું વર્ષ ક્યારે પૂરું થશે ?'
છોકરો : 'સ્ટેશનના ઝાંપાની બહાર નીકળીશ કે તુરતજ.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા જવાનોની પરેડ કરાવી રહ્યો હતો.
તેણે ગરજીને કહ્યુ - બધા જવાનો પોતાનો ડાબો પગ ઉંચો કરે.
એક જવાને ભૂલથી જમણો પગ ઉપર કર્યો. આ જોઈને સંતા બરાડ્યો.
કોણ મૂર્ખ પોતાના બંને પગ ઉપર ઉઠાવી રહ્યો છે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નવવધુ રડી રહી હતી. તેની બહેનપણીએ પૂછ્યુ - શુ થયુ ?
મારા પતિએ મને દગો આપ્યો છે. તેઓ પહેલાથી જ પરણેલા છે. તેમના પાંચ બાળકો છે - નવવધુએ રડતાં-રડતાં કહ્યુ.
બહેનપણી બોલી - અરે ભગવાન, આ સાંભળીને તને ખૂબ જ દુ:ખ થયુ હશે.
હા, અને મારા ત્રણે બાળકો પણ આ સાંભળીને બિલકુલ ખુશ નથી - નવવધુએ સ્પષ્ટતા કરી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો