શુક્રવાર, 4 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 181

પત્ની - આપણાં બાબાએ એક નવી શોધ કરી છે જે અસંખ્ય રેકોર્ડ તોડી નાખે છે.
પતિ - એમ ? અદભૂત ! શું શોધ્યુ છે એણે ?
પત્ની - ગ્રામોફોન માટેની નવી સોય.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : મારો દીકરો કૉલેજ ગયા પછી એવો હોંશિયાર થઈ ગયો છે કે એ કાગળો લખે તો મારે શબ્દકોષ જોવો પડે છે.
ગટુ : અરે, મારો દીકરો પણ એવો હોંશિયાર થઈ ગયો છે કે એનો કાગળ આવે એટલે મારે બૅન્કની પાસબુક જોવી પડે છે !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની- હું વિચારું છું કે મારી મિલકત કોઈ સાધુને દાન કરી દઉં. આ સાંભળી પતિ ઉઠીને જવા લાગે છે.
પત્ની-- હવે તમે ક્‌યાં જઈ રહ્યાં છો?
પતિ- સાધુ બનવા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો