બુધવાર, 16 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 187

સુનીલે લોન પર કાર ખરીદી. લોનના હપ્તા ભરપાઈ ન થતાં બેન્કે કાર પાછી લઈ લીધી. સુનીલ મનોમન બબડ્યો કે : મને આવી ખબર હોત તો લગ્ન માટે પણ મેં લોન લીધી હોત !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કન્ડકટર : 'સાહેબ, તમે બસમાં સિગારેટ ન પી શકો'
પ્રવાસી : 'હું પીતો નથી.'
કન્ડકટર : 'તમારા મોઢામાં સિગારેટ છે.'
પ્રવાસી : 'એમ તો મારા પગમાં જોડા પણ છે, છતાં હું ચાલતો નથી.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બૉસ (આસિસ્ટન્ટ ને) : 'ભગવાન બુદ્ધિ વહેંચતા હતા ત્યારે આપ ક્યાં હતા ?'
આસિસ્ટન્ટ : 'સાહેબ, હું આપની સાથે ટુરમાં હતો.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો