મંગળવાર, 8 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 183

પપ્પુ : ઓ મમ્મી... તારી કઢીમાં...
મમ્મી : ચૂપચાપ જમી લે. કેટલી વાર કહ્યું કે જમતી વખતે મોઢું બંધ રાખવું. થોડી વાર પછી
મમ્મી : બોલ તું શું કહેતો હતો?
પપ્પુ : મમ્મી, તારી કઢીમાં માખી પડી છે એ જ મારે કહેવું હતું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'જ્યારે આ સ્ત્રીને તેના પતિ સાથે ઝઘડો થયો ત્યારે શું તું ત્યાં હતો ?' ન્યાયાધીશે કનુને પૂછ્યું.
'જી, હા.' પંદર વર્ષના કનુએ કહ્યું.
'તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે ?'
'એ જ કે હું કદી પરણીશ નહિ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'સાંભળ્યું ? આપણા ડૉક્ટરને અકસ્માત થયો છે !'
'ભારે કરી ! કેમ કરતાં થયો ?'
'હૉસ્પિટલમાંથી ઘરે આવતાં, એમ્બ્યુલન્સની અડફેટમાં આવી ગયા !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો