સોમવાર, 28 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 193

નેતાજી - મને વોટ આપો. હું તમારા ગામને સ્વર્ગ બનાવી દઈશ
શ્રોતા - પણ સાહેબ, અમારે તો હજુ ઘણું જીવવું છે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ( પત્નીને ) વશીકરણ એટલે શું ?
પત્ની - કોઈ માણસને પોતાના પ્રભાવથી વશીભૂત કરીને તેના પાસે ફાવ્યું કામ કરાવવું તેને વશીકરણ કહે છે.
પતિએ હસીને કહ્યુ - અરે નહી, એને તો લગ્ન કહેવાય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિંકૂએ સવાલ પૂછી-પૂછીને પોતાના પપ્પાને હેરાન કરી નાખ્યા હતા.
તેણે એક પ્રશ્ન એ પૂછ્યો - પપ્પા તમે ઓફિસમાં શુ કરો છો ?
પપ્પાએ ગુસ્સામાં કહ્યુ - કંઈ નહી.
ટિંકૂ - હં..હં.... ત્યાં આરામ કરો છો એટલે જ ઘરે મોડા સુધી ટીવી જુઓ છો

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો