'એ છોકરી નથી, છોકરો છે. અને એ મારો દિકરો છે.'
'ઓહ એમ ! માફ કરજો, મને ખબર નહિ કે તમે જ એના બાપ હશો.'
'બાપ નથી – હું એની મા છું !!'
વીજળીઘરની બહાર બોર્ડ લટકતું હતું. તેમાં લખ્યું હતું : 'આ થાંભલાને અડનારનું મૃત્યુ નિશ્ચિત છે. જો કોઈ તેને અડકશે તો કાયદા મુજબ તેની પર કામ ચલાવવામાં આવશે.'
વ્યાખ્યાતા : 'મારું ભાષણ જો બહુ લાંબુ થઈ ગયું હોય તો તેનું કારણ એ છે કે મારું કાંડા-ઘડિયાળ ઘરે રહી ગયું છે, અને આ સભાખંડમાં ઘડિયાળ દેખાતું નથી.'
શ્રોતાઓમાંથી અવાજ : 'અલ્યા ભાઈ, પણ તને આ દિવાલ પર લટકતું તારીખિયું યે ના દેખાયું?'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો