શનિવાર, 18 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 298

મગન - (છગનને) આ ગાંધીજી દરેક નોટ પર હસતા કેમ રહે છે ?
છગન - સિંપલ છે યાર ! એટલુ પણ નથી સમજતો કે જો ગાંઘીજી રડશે તો નોટ ભીની થઈ જશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એ મહિલા (થર્મોમીટર ખોટુ વાંચીને ફોન પર ) - ડોક્ટર સાહેબ, મહેરબાની કરીને જલ્દી આવો. મારા પતિનુ ટેમ્પરેચર 120 છે.
ડોક્ટર - જો એવુ છે તો મારુ કામ નથી. તમે ફાયર બ્રિગેડને ફોન કરો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતા (પુત્રને)- બેટા, ભણીગણીને તું મોટો શિક્ષક બનજે અને સમાજનું ભલું કરજે.
પુત્ર - ના પિતાજી, મારે શુ આખી જીંદગી શાળાએ જ જવાનું ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો