શનિવાર, 4 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 291

બંતા(સંતાને ઘાબા પરથી નીચે ભાગતો જોઈને)- અરે, શુ થયું, કેમ ભાગી રહ્યો છે ?
સંતા - અરે ઘાબા પરથી મારી ઘડિયાળ નીચે પડી ગઈને એટલે.
બંતા - એ તો ટૂટી ગઈ હશે !
સંતા - નહી એ બે મિનિટ પાછળ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ એક નાનો છોકરો ગીત ગાઈ રહ્યો હતો ' હસીના માન જાયેગી ...'
તેના પપ્પાએ તેને પૂછ્યુ - હસીનાનો મતલબ ખબર છે ?
છોકરો બોલ્યો - હા પપ્પા, હસીનાનો મતલબ જે જોરથી હસે તેને હસીના કહેવાય.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વખત સાંતાસિંહ એક મ્યુઝીયમ જોવા ગયા, ત્યા એક જગ્યાએ બહુ ભીડ હતી, સાંતાસિંહ જોવા ગયા કે ભીડ કેમ છે, તો ત્યાં એક જાદુનો આરીસો હતો, કે જે ખોટુ બોલવા વાળાને મારી નાખતો હતો.
તેની સામે એક ફ્રાંસના માણસે કહ્યુઃ આઇ થીંક હુ સ્મોક નથી કરતો.. અને બીચારો મર્યો
પછી એક અમેરીકને આવીને કહ્યુઃ આઇ થીંક મને ઇરાક માટે હમદર્દી છે.. અને એ પણ મર્યો..
સાંતાસિંહ ત્યા ગયા અને કહેઃ આઇ થીંક.. વાક્ય પૂરૂ કરતા પહેલા જ તેઓ મરી ગયા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો