બુધવાર, 8 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 293

એક કાકાનો ભત્રીજો અમેરિકા થી આવ્યો હતો તેને ભુજનુઁ હમિરસર તળાવ જોવા માટે લઈ ગયા. હમિરસર તળાવ જોઇ ભત્રીજો કહે વાઆઆઊ. ત્યારે કાકા એ તરત કહ્યુઁ કોડા આ વાવ નથી તળાવ છે તળાવ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મંદિરની બહાર બેઠેલો એક ભિખારી બૂમો મારતો હતો. 'બહેન, પાઈ-પૈસો આપો… અપંગ છું, મદદ કરો….'
એક બહેનને દયા આવી. પર્સ ખોલીને જોયું પણ છૂટા પૈસા નહોતા. બહેને દિલાસો આપતાં કહ્યું, 'ભાઈ, છૂટા પૈસા નથી. કાલે આપીશ….'
'અરે બહેન, ઉધારીમાં તો મને હજારો રૂપિયાનું નુકશાન આજ સુધીમાં થઈ ગયું છે…. !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્રીએ પોતાના પિતાજીને પુછ્યુ - પપ્પા, રીના આંટીના ઘરને દરવાજો નથી શુ ?
પપ્પા - નહી બેટા, તેમની ત્યાં તો ઘણા દરવાજા છે.
પુત્રી - તો પછી તમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો