ગુરુવાર, 16 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 297

પત્ની ; શાહજહાં એ પોતાની મ્રુત્ત પત્નીની યાદ માં તાજ બન્ધાવ્યો હતો તો તમે મારા મ્રુત્યુ પછી મારી યાદ માં શું બન્ધાવશો?
પતિ ; બાજુ ની હોટલ માં થી ટીફીન
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બોસ : મિ. ઠક્કર, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ ?
મિ.ઠક્કર : સાહેબ, હમણાં મારાં સાસુ આવ્યા છે !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હજામની દુકાને બોર્ડ હતું : 'અહીં માત્ર એક રૂપિયામાં જ વાળ કાપી આપવામાં આવશે !'
સામેની દુકાનના હજામે બોર્ડ લગાવ્યું : 'બીજાની દુકાને કપાયેલા ઢંગધડા વિનાના તમારા વાળ અમે બે રૂપિયામાં સરખા કરી આપીશું !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો