મંગળવાર, 2 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 315

ટ્રક અકસ્માતમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવા છતાં ગભરાઈ રહેલા દર્દીને જોઈને ડૉકટરે પ્રશ્ન કર્યો.
'કેમ ભાઈ ? હવે તો તમે સંપૂર્ણ સાજા છો તો ગભરાયેલા કેમ દેખાવો છો ?'
દર્દી બોલ્યો : 'સાહેબ વાત એમ છે કે, જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો તેની પાછળ લખ્યું હતું 'ફિર મિલેંગે.''
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તમે કમાલના માણસ છો, તુષારભાઈ ! ઑફિસમાં જે કામ કરતા બીજા લોકોને આઠ કલાક લાગે છે એ કામ તમે બે જ કલાકમાં પૂરું કરી નાખો છો.'
'થેન્ક્યુ બોસ, હું કામમાં બહુ ઝડપી છું. અચ્છા, મેં 20 દિવસની રજા માગી હતી એનું શું થયું સાહેબ ?'
'હા, મેં પાંચ દિવસની રજા મંજૂર કરી દીધી છે. તમે બીજા લોકો કરતાં ચારગણા ઝડપી ખરાને !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

તમે તમારા માથામાં .લીલા રંગનુ સિંદૂર કેમ લગાવો છો ? પરણેલી સ્ત્રીઓ તો લાલ સિંદૂર લગાવે છે ?
મારા પતિ એંજિન ડ્રાઈવર છે. જ્યારે હું લાલ રંગનુ સિંદૂર લગાવુ છુ તો તેઓ થંભી જાય છે અને લીલા રંગનુ લગાવુ છુ તો મને જોઈને આગળ વધે છે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો