શનિવાર, 6 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 317

મનુ અને કનુ ખાસ મિત્રો હતા. પણ ઝઘડો થવાના કારણે એમની દોસ્તી તૂટી ગઈ હતી. જ્યારે મનુનો જન્મ દિવસ આવ્યો ત્યારે તેની મમ્મીએ બધા મિત્રો સાથે તેને પણ બોલાવવાનું કહ્યું.
એ વખતે મનુ કનુના ઘરે ગયો અને કહ્યું : 'આવતી કાલે મારો જન્મ દિવસ છે. તારામાં હિંમત હોય તો આવી જજે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - કાલે તો ભાઈ ગજબ થઈ ગયો
પ્લેટફોર્મ પર ભીડમાં મારી પત્ની ન જાણે ક્યા ગાયબ થઈ ગઈ હતી, મારા તો બાર વાગી ગયા.
બંતા - અરે, તો પછી તુ જીવતો કેવી રીતે થયો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હારેલા નેતાને એક જણે પૂછ્યું : 'વડીલ, આપ દર વર્ષે જીતો છો પરંતુ આ વખતે હાર્યા એનું શું કારણ ?'
નેતા સખેદ બોલ્યા : 'આ વખતે મત ગણતરી કરનારાઓએ સાચી જ ગણતરી કરી તેથી જ મારે પરાજીત થવું પડ્યું છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો