શુક્રવાર, 12 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 320

સંતા - તમે આટલા દિવસથી દેખાતાં કેમ નહોતા ?
સંતા- હું શ્રમદાન કરવા ગયો હતો.
બંતા - મને સમજાયુ નહી.
સંતા - મને છ મહિના માટે સશ્રમ કારાવાસ મળ્યો હતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટર, તમારા દવાખાનામાં બે નર્સ ખૂબ જ બદમાશ છે.
હા, તેમણે જાણી જોઈને મૂકવામાં આવી છે.
કેમ ડોક્ટર ?
બીજી નર્સોને કારણે જો કોઈ દર્દી સાજો થઈને પણ ઘરે ન જાય તો અમે આમને ડ્યૂટી પર લગાવી દઈએ છીએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : બોલ ચીંટુ, હાથી અને માખીમાં શું ફરક છે?
ચીંટુ : સાહેબ, માખી સહેલાઈથી હાથી પર બેસી શકે છે, પરંતુ હાથી માખી પર બેસી શકતો નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો