સોમવાર, 29 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 324

સફળ વેપારીએ પોતાના દીકરાને સલાહ આપી કે, વેપારમાં આગળ વધવા બે વસ્તુ જરૂરી છે.
'પ્રમાણિકતા અને હોંશિયારી.'
'પ્રમાણિકતા ?'
'એટલે કે તમે કોઈને જે કંઈ વચન આપ્યું હોય, તેનું જરૂર પાલન કરો. ભલે ને પછી ગમે તે થઈ જાય ?'
'અને હોશિયારી કેવી ?'
'કોઈને કોઈ પણ જાતનું વચન જ આપવું નહીં.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે અભિનેતાઓના પુત્ર પરસ્પર વાતચીત કરી રહ્યા હતા.
પહેલો - ખબર છે, ગઈકાલે મારા પપ્પા મારી માટે એક નવી મમ્મી લઈને આવ્યા. તે ખૂબ જ સુંદર છે.
બીજો - મને ખબર છે, ગયા વર્ષે તે મારી મમ્મી બની હતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની (પતિથી)- તમને મારામાં શું સૌથી વધુ પસંદ છે? મારી સમજદારી કે મારી સુંદરતા?
પતિ- મને તો તારી મજાક કરવાની ટેવ ખૂબ પસંદ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો