બુધવાર, 10 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 319

૧૭મી સદીની મમ્મી તેના દીકરાને : બેટા આપણા ધર્મવાળી છોકરી સાથે લગ્ન કરજે.
૧૮મી સદીની મમ્મી : બેટા, આપણી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરજે.
૧૯મી સદીની મમ્મી : બેટા, આપણી પેટાજ્ઞાતિની છોકરી સાથે જ લગ્ન કરજે.
૨૦મી સદીની મમ્મી : બેટા, કોઇ વાંધો નથી, આપણા દેશની છોકરી સાથે જ લગ્ન કરજે.
૨૧મી સદીની મમ્મી : મને દેશ, કુળ, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ કે ધર્મની ચિંતા નથી.
બેટા.. તું કોઇ છોકરી સાથે જ લગ્ન કરજે!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'શાંતિ માટેના અનેક માર્ગો છે. કોઈ એક ચોક્કસ માર્ગ બતાવો.'
'છૂટાછેડા'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ : તુ નકામી લમણાઝીંક કરે છે. આ કૂતરાંને તું ક્યારેય કશું શીખવી શકવાની નથી !
પત્ની : તમે વચ્ચે ન બોલો. એમાં ધીરજની જરૂર છે. મારે તમારી સાથે કેટલો સમય બગાડવો પડ્યો હતો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો