મંગળવાર, 23 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 363

એક ધનવાન પતિએ પોતાની પત્નીને જણાવ્યુ - હુ પોતાની કોલેજ લાઈફને કારણે ઈલેક્શન હાર્યો.
પત્નીએ પૂછ્યુ - કોલેજ લાઈફને કારણે ? પણ તમારી કોલેજ લાઈફ તો વીતી ગઈ છે.
પતિએ જવાબ આપ્યો હા, વાત એમ છે કે લોકોને ખબર પડી ગઈ કે હુ કોલેજ લાઈફમાં એક સમયે આઠ-દસ છોકરીઓ સાથે દોસ્તી કરતો હતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માલિકે ગુસ્સામાં નોકરને કહ્યુ : હું એક કલાકથી ડોરબેલ વગાડી રહ્યો છું.
નોકર બોલ્યો : 'તમે માલિક છો. એક કલાક શું, આખો દિવસ ડોરબેલ વગાડી શકો છો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્ર - પપ્પા તમે મને આંખને બદલે દાંતનો ડોક્ટર કેમ બનાવવા માંગો છો ?
પપ્પા - મૂર્ખ એટલી ખબર નથી પડતી, માણસોને આંખ માત્ર બે જ હોય છે, જ્યારે દાંત 32.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો