'અને તમે પણ એટલાં બધાં સુંદર છો કે ફિલ્મની હીરોઈન બની શકો તેમ છો, છતાં સ્ટુડિયોમાં જવાને બદલે ઘરમાં કામ કેમ કર્યા કરો છો ?' ફકીરે કહ્યું.
'ઊભો રહે તારા માટે કાંઈક લઈ આવું.' ખુશ થઈને સ્ત્રી બોલી.
શિક્ષક : છોકરાઓ, સાયક્લોન એટલે શું ?
છોટુ : હું કહું સાહેબ.
શિક્ષક : હા, બોલ ને ! સાઈક્લોન એટલે ?
છોટુ : સાઈકલ ખરીદવા માટે જે લોન આપે ને…..એ …
નટુ તેના પિતાના મૃત્યુ અને બેસણાની જાહેરખબર છપાવવા એક છાપાની ઑફિસે ગયો. જાહેરખબર વિભાગના કર્મચારી ગટુએ તેને કહ્યું : 'જાહેરખબરનો દર એક કોલમ સેન્ટીમીટરના 300 રૂપિયા છે.'
આ સાંભળીને નટુ બોલ્યો : 'હું તો લૂંટાઈ જઈશ. મારા પિતાની ઊંચાઈ 182 સેન્ટીમીટર હતી.'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો