મયંક - એટલુ જ કે આપણે પણ આપણા જીવનમાં લાલ અને પીળા કોમ્બિનેશનના કપડાં વધુમાં વધુ પહેરવા જોઈએ.
સંતા કશ્મીરની રજાઓ ગાળી રહ્યો હતો. એક દિવસ તેને બંતા નામનો બીજો વેપારી મળ્યો તેણે પોતાનો પરિચય આપત કહ્યુ - હુ અહી વીમા કંપનીના રૂપિયે મોજ કરી રહ્યો છુ. મને આગ લાગવાના ફળસ્વરૂપ વીસ હજાર રૂપિયા વીમાના મળ્યા હતા.
સંતા બોલ્યો - હું પણ વીમા કંપનીના પૈસે મોજ કરી રહ્યો છુ મને પુરના કારણે થયેલ નુકશાનના 50,000 મળ્યા.
બંતાએ માથુ ખંજવાળતા કહ્યુ - યાર, એ બતાવો કે પૂરની શરૂઆત કેવી રીતે કરવી ?
દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું. છેવટે ડૉક્ટરે એમાંના એકને પૂછ્યું :
'આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી ?'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો