ગુરુવાર, 11 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 357

ટીચર- હુ તને અડધો કલાકથી જોઈ રહ્યો છુ કે તુ નોટબુકમાં ફક્ત પ્રશ્ન જ પ્રશ્ન લખી રહ્યો છે, જવાબ ક્યારે લખીશ.
બંટી - સર, તમે જ્યારે ચા પીવા બહાર જશો ત્યારે જવાબ પણ લખી નાખીશ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કોઇએ એક સરદારજીને પૂછ્યું :'અગર આપકી બીબી કો ભૂત ઉઠાકે લે જાયે તો આપ ક્યા કરોગે ?
સરદાર : 'મૈને કયા કરના ભઇ, ગલતી ભૂત કી તો વો ખૂદ ભુગતેગા ના..!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈને દુ:ખી થતો મયંક બોલ્યો : 'માલતી, તેં જો તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોત તો આપણે આ ગાડી જરૂર પકડી શકત.'
'હા,' મયંકની પત્નીએ કહ્યું : 'અને તેં જો મને આટલી બધી ઉતાવળ ન કરાવી હોત તો હવે પછીની ગાડી માટે આપણે આટલી બધી રાહ જોવી ન પડત.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો