રવિવાર, 7 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 355

સંતા પોતાના બાળકોને બાળક-ગાડીમાં ફેરવી રહ્યો હતો, જે કોઈ પણ મળતું તે પૂછતું, કેમ સંતા પોતાના બાળકોને ફેરવી રહ્યા છો?
સંતાએ ગુસ્સાથી એક વ્યક્તિને જવાબ આપ્યો- મારા નહીં, ગધેડા નાં બાળકો છે.
વ્યક્તિ - ત્યારેજ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શેઠ (ભિખારીને) : 'તું ગંદા કપડાં કાઢી, નહાઈ-ધોઈ ચોખ્ખાં કપડાં પહેરી લે, વાળ કપાવીને દાઢી બનાવી લે તો કોઈક તને કામ પર રાખી લેશે.
ભિખારી : 'ખબર છે એટલે જ આ બધુ નથી કરતો શેઠજી.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : એક વર્ષમાં કેટલી રાત આવે ?
મગન : 10 રાત આવે.
શિક્ષક : કેવી રીતે અલ્યા ?
મગન : નવ-નવરાત્રી અને એક શિવરાત્રી. થઈ ગઈને દસ !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો