બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 395

સંતા- ગઈકાલે તુ રસ્તા પર કેમ પડ્યો હતો.
બંતા - કારણકે હું આખી બોટલ પી ગયો હતો અને બોટલ પીવી પણ જરૂરી હતી.
સંતા - તેમાં જરૂરી શુ હતુ ?
બંતા - બોટલનું ઢાઁકણ ખોવાઈ ગયુ હતુ માટે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દુનિયાની મોટી આફત એ છે કે મૂરખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી અને બુદ્ધિશાળીઓ પોતાની આશંકાઓમાંથી કદીએ ઊંચા આવતા નથી !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચિંટૂ - (લગ્નમાં નવવધૂને રડતી જોઈને) મમ્મી, આ કેમ રડી રહી છે ?
મમ્મી - કારણકે એ તેના સાસરે જઈ રહી છે.
ચિંટૂ - તો ઠીક છે, મને લાગ્યું કે એની મમ્મી એને સ્કૂલ મોકલી રહી છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો