શનિવાર, 7 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 386

નેતા:ભુતકાળને ભુલીને ભવીશ્ય અંગે વીચારીશું તો જ દેશની પ્રગતી થસે.
એ સમયે અચાનક કોઈક બોલ્યું,'તમે મારી પાસેથી ભુતકાળમાં હજાર રુપીયા ઉછીના લીધા હતા.એ મને પાછા આપવાનું ભુલી ન જતાં.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસે શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો - આળસ શું છે ?
બીજા દિવસે વિદ્યાર્થીઓની નોટબુક તપાસતી વખતે એક કોરી નોટબુક જોઈ, જેના પ્રથમ પેજ પર લખ્યું હતુ - આળસ શુ છે ? અને ચાર પેજ કોરા છોડીને પાંચમા પેજ પર લખ્યુ હતુ - આ જ આળસ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર 'ચીન યુન યાન' એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા તે જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : 'તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો