બુધવાર, 11 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 388

પપ્પા - કેમ પપ્પુ, કાલે તારી પરીક્ષા છે અને તું મસ્તી કરી રહ્યો છે ?
પપ્પુ- ના પપ્પા મસ્તી નથી કરતો, પરીક્ષામાં પાસ થઈશ તો તમે મને સાઈકલ અપાવવાનું પ્રોમિસ કર્યુ હતુ ને, તો હું તમારા પૈસા બચાવી રહ્યો છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક માજીને ચક્કર આવવાથી ડૉક્ટરને બતાવવા ગયાં હતાં.
ડોક્ટરે પૂછ્યું : 'શી તકલીફ છે ?'
'હતી, પણ હવે નથી.'
'તો પછી અહીં આવવાનું પ્રયોજન શું ?'
'તકલીફ હતી તેથી તો આવી છું. પણ આરામ કરવાથી તો ફાયદો થઈ ગયો.'
'આરામ ?' ડોક્ટરે પૂછ્યું.
માજીએ જણાવ્યું : 'હા, મારો વારો આવતાં મારે બે કલાક બેસી રહેવું પડ્યું. એમાં આરામ થઈ ગયો.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તમે દિવસમાં કેટલી વાર દાઢી કરો છો ?'
'પચીસ-ત્રીસ વાર થતી હશે.'
'તમે ગાંડા છો કે શું ?'
'ના. હું વાળંદ છું.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો