ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 392

પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં પતિની આંખમાં અચાનક આંસુ જોઈ પત્નીએ કારણ પૂછ્યું
પતિ : 'તને ખબર છે આજથી પચાસ વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો'તો ત્યારે તારા પપ્પાએ મને પકડી લીધો અને ધમકી આપી કે તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો તને જેલભેગો કરીશ !'
પત્ની : 'એમાં રડવાનું શું ?'
પતિ : 'ના, હું કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન - તને ખબર છે મારા કાકા પાસે સાઈકલથી માંડીને હેલિકોપ્ટર સુધીનુ બધુ જ છે.
છગન - તારા કાકા શુ મોટા વેપારી છે ?
મગન - તેમની રમકડાંની દુકાન છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વિષાણુએ બીજા વિષાણુંને કહ્યું, 'પ્લીઝ! મારાથી દૂર રહેજે મને પેનિસિલિનનું ઈન્ફેકશન થઈ ગયું છે!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો