શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 389

પતિ - હું તને એટલો પ્રેમ કરું છું કે વ્યક્ત કરવા માટે શબ્દ જ નથી મળી રહ્યાં.
પત્ની - (શબ્દકોષ આપતાં બોલી) લો, આમાંથી શોધી લો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાજુ અંકલ:ઓ ભાઈ,જરા ઉભા રહો,ટાઈમ શું થયો છે?
મુસાફર:સાડા સાત.
રાજુ અંકલ:વાત શુ છે!મેં સવારથી જેટ્લા લોકોને ટાઈમ પુછ્યો એ બધા જુદો જુદો ટાઈમ બતાવે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ન્યાયાધીશ(આરોપીને પૂછે છે) - તેં થોડા દિવસ પહેલાં પણ સો રૂપિયા ચોર્યા હતાને?
આરોપી - સાહેબ, સો રૂપિયા ચોર્યા તો હતા, પરંતુ આ મોંઘવારીના જમાનામાં સો રૂપિયા કેટલા
દિવસ ચાલે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો