મિત્રો, ગુજરાતી જોક્સ સાથે આપણે નવો વિભાગ પણ ચાલુ કરી રહ્યા છીએ - "Readers's Zone". જેમાં આપે કોમેન્ટ માં મુકેલા લેખો / વાતો મુકવામાં આવશે.
ગુરુવારે ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ હતો. ટૂંકમાં દીકરીઓનો દિવસ. સિટી ભાસ્કરે 'દીકરી એટલે દીકરી’ વિષય પર એક ટોક શોનું આયોજન કર્યું હતું. આ ટોક શોમાં દીકરીના મહત્વ પર ચર્ચાઓ થઇ. પણ આ જ દિવસે સિટીમાં એક બીજી ઘટના પણ બની. સિટીના બે ડોક્ટર્સએ ગર્ભમાં દીકરી હોવાને કારણે બે મમ્મીઓને અબોર્શન કરી આપ્યું. સાંજે ઓફિસમાં આ ઘટનાના સમાચાર જ્યારે પેઇજ પર પેસ્ટ થઇ રહ્યા હતા ત્યારે મન મૂંઝવણમાં હતું. હજી બપોરે જ દીકરીઓના મહત્વ વિશે વાતો કરી હતી, દીકરીઓ ઘરનું અજવાળું છે અને એમના જન્મને અજવાશથી વધાવી લેવો જોઇએ એવા સંદર્ભની મેટરને હજી હમણાં જ તો એડિટ કરી હતી. ત્યાં જ આ સમાચાર?
મન ડગી ગયું. રાત્રે ઓફિસથી ઘરે પાછી જતી હતી ત્યારે ઉધના ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસેથી એક નાની અમથી દીકરી એના પપ્પા સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી. મેં કારને સાઇડ પર લીધી. પેલી દીકરીએ એના પપ્પાની આંગળી પકડી હતી. બેઉ જણ વાતો કરતા કરતા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. અચાનક એક કાર દીકરીની બાજુમાંથી સ્પીડ સાથે પાસ થઇ. દીકરી ચમકી ગઇ. પપ્પાએ કાર સામે ગુસ્સાથી જોયું અને દીકરીને ઊંચકી લીધી.
દીકરીએ હજીપણ પપ્પાની આંગળી પકડી રાખી હતી. પણ મજાની વાત એ હતી કે પપ્પાના ખભે ઉંચકાયેલી દીકરી પપ્પા સામે જોઇને હસતી હતી, કારણ કે પપ્પાનો ખભો એટલે વિશ્વનો તકલીફ ફ્રી ઝોન. મને ટોક શોનો સબ્જેક્ટ યાદ આવી ગયો, દીકરી એટલે દીકરી. ઘરે પહોંચી પછી પણ પેલા બાપ-દીકરી આંખ સામેથી ખસ્યા નહિં. પેઇજ પર પેસ્ટ થયેલી અબોર્શનની મેટર અને ટોક શોમાં થયેલી ચર્ચાઓ કાનમાં ફંગોળાતી હતી. મને એક દીકરીનો અવાજ સંભળાયો અને એક ગીત લખાયું.
બ્લોગ પરની મારી પહેલી પોસ્ટ છે. મારે રિડર્સને કહેવું છે કે દીકરી એટલે સાચે દીકરી જ. દીકરીના બાપ હોવું એટલે દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોવું, દીકરીની મા હોવું એટલે પોતાનાં સ્ત્રીપણાને પોતાનામાં જ ફરી એકવાર ઉછેરવું. ઘરના આંગણે ફુલો ઉગાડયા હશે તો આંગણું ખૂશ્બુદાર બનશે પણ ઘરમાં એક દીકરી હશે તો જીંદગી જ ખૂશ્બુદાર બની જશે.
Kinjal Dobariya ખુબ ખુબ આભાર આપનો ખુબ સરસ વાત માટે.
ટિપ્પણી પોસ્ટ કરો