મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 391

પત્ની : આ શું લાવ્યા છો ?
પતિ : હું નાટકની ટિકિટો લાવ્યો છું.
પત્ની : વાહ ! હું હમણાં જ તૈયાર થવા માંડુ છું.
પતિ : હા, એ બરાબર, અત્યારથી તૈયાર થા તો તુ તૈયાર થઈ રહીશ. કારણકે ટિકિટો આવતીકાલની છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પ્રદર્શનમાં પ્રવેશદ્વાર ઉપર બોર્ડ હતુ. 'પ્રવેશ મફત'
બંતા કંજૂસ તો પ્રદર્શનમાં ધૂસી ગયો. તેણે ફરી ફરીને પ્રદર્શન જોયુ, તેણે ખૂબ મજા પડી નવુ નવુ જાણવા મળ્યુ, જ્યારે તે બહાર નીકળવાને દરવાજે આવ્યો ત્યારે ત્યાં બોર્ડ માર્યુ હતુ કે બહાર નીકળવાનો એક રૂપિયો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર : 'ચીન યુન યાન' એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા એ જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : 'તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો