સોમવાર, 21 જૂન, 2010

Gujarati Joke Part - 47

પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા
મૂર્ખ આ શુ કરે છે તુ ?
પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જમ્યાપછી પતિએ પોતાની પત્નીને પૂછ્યુ - બોલો શ્રીમતીજી હવે તમે શુ કરશો ?
પત્ની - કશુ નહી બસ હવે પેપર વાંચીશ, ટીવી જોઈશ વગેરે વગેરે..
પતિ - ઠીક છે, તમે જ્યારે વગેરે વગેરે કામ કરવા આવો ત્યારે મારા શર્ટના બટન ટાંકવાનુ ન ભૂલતા.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી ?'
'થાય છે ને ! ઘણી વાર તો મોટા મતભેદ થાય છે. પણ તે બધા ઉકલી જાય છે.'
'એ કેવી રીતે ?' મિત્રે આશ્ચર્યથી પૂછ્યું.
'મારો મત હું ખાનગી રાખું છું – મારી પત્નીને જણાવતો નથી.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો