એક ભિખારીને એક દિવસ કંઈ ન મળ્યુ. તે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા લાગ્યો - હે ઈશ્વર, જો મને 10 રૂપિયા મળી જાય તો તેમાંથી પાંચ રૂપિયા તમારા. થોડે આગળ જતા તેને પાંચનો સિક્કો મળ્યો. તે ઉઠાવીને તે બોલ્યો - વાહ ભગવાન, મારી પર આટલો પણ વિશ્વાસ નથી. પાંચ રૂપિયા પહેલા જ કાપી લીધા.
એક બહેન - બટાકા શુ ભાવ છે ?
શાકવાળો - 6 રૂપિયે કિલો.
બહેન - પણ સામેના દુકાનવાળો તો ચાર રૂપિયે કિલો આપી રહ્યો છે.
શાકવાળો - તો જાવ ત્યાંથી જ લો.
બહેન - પણ તેની પાસે હમણા નથી.
શાકવાળો - જ્યારે મારી પાસે નથી હોતા, તો હું બે રૂપિયે કિલો વેચુ છુ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો