સોમવાર, 7 જૂન, 2010

Gujarati Joke Part - 39

ઠોઠ વિદ્યાર્થી : " પણ સાહેબ, મને શૂન્ય માર્ક તો ન જ મળવા જોઇએ એમ મને લાગે છે." શિક્ષક : "મને પણ એમ જ લાગે છે, પણ હું લાચાર હતો – શૂન્યથી ઓછા માર્ક આપવા નો મને અધિકાર નથી."
************
નિશાળમાં એક દિવસ બહુ ભણવાનુ થયું પછી થાક્યો પાક્યો ઘેર આવેલ નાનો મહેશ એની મમ્મીને કહે , "હું જૂના જમાનામાં જનમ્યો હોત તો કેવું સારુ થાત !" "કેમ એમ, બેટા ?" મહેશની મમ્મીએ પૂછ્યું. મહેશ કહે "કારણ કે મારે આટલો બધો ઇતિહાસ ભણવો પડત નહી ને !"
************
એક દાદા તેમની 125 મી વર્ષગાંઠ ઉજવતા હતા. એટલે છાપાવાળાઓએ તેમનુ ઇન્ટરવ્યુ ગોઠવ્યુ. પૂછ્યુ કે દાદા, " આપની આટલી લાંબી જિંદગી નું કારણ શું લાગે છે આપને ?" દાદાએ ઘડીભર વિચાર કરીને કહ્યું, " મને તો લાગે છે કે તેનું કારણ એ હશે કે હું આટલાં બધાં વર્ષો અગાઉ જન્મેલો."


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - માણસ પત્નીથી પણ વધુ કોમ્ય્યૂટર પાછળ પાગલ કેમ બને છે ?
બંતા - કંટ્રોલ કી ને કારણે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'અરે ભાઈ, આ ટુવાલની કિંમત કેટલી છે ?'
'પંદર રૂપિયા….'
'દસ રૂપિયામાં આપવો છે ?'
'ના રે ! બાર રૂપિયે તો ઘરમાં પડે છે…!' વેપારી બોલ્યો.
'તો હું તમારા ઘેર આવીને લઈ જઈશ.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો