ગુરુવાર, 17 જૂન, 2010

Gujarati Joke Part - 45

પતિએ પત્નીને ધમકાવતાં કહ્યુ - તુ મોહનલાલની દુકાનેથી ખરીદી ના કરતી, એ આંખોમાં ધૂળ નાખીને સામાન આપે છે.
પત્ની - તમે મને નથી ઓળખતાં ? હું જ્યારે પણ સામાન ખરીદુ છુ ત્યારે હું આંખો બંધ કરી દઉં છું.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - સાંભળ્યુ તમે ? રાજેશની પત્નીએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે.
પતિ - તે ટેલિફોન એક્સચેંજમાં કામ કરે છે. ખબર છે ને કે ટેલિફોન ઓપરેટર કદી કદી રોંગ નંબર પણ આપી દે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મોહન - જાણો છો, જેટલી વારમાં હું શ્વાસ લઉં છું તેટલી વારમાં એક નવા બાળકનો જન્મ થાય છે.
સોહન - હે ભગવાન! તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો. પહેલાંજ દેશની વસ્તી આટલી વધી ગઈ છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો