રવિવાર, 27 જૂન, 2010

Gujarati Joke Part - 50

હવાલદાર : 'સાહેબ, પેલી અપહરણ થયેલી છોકરીને હું છોડાવી લાવ્યો છું.'
ઈન્સ્પેક્ટર : 'એણે અપહરણકર્તા સાથે લગ્ન કરી લીધાં છે અને એના પતિએ હાલ તારા ઉપર અપહરણનો આરોપ મૂક્યો છે !'~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જ્યોતિષે ટ્રક ડ્રાઈવરને કહ્યુ - એક સુંદર સ્ત્રી તમારા માર્ગમાં આવશે, સાવધાન રહેજો.
ટ્રક ડ્રાઈવર બોલ્યો - મારે સાવધાન રહેવાની શુ જરૂરર સાવધાન તો એને રહેવાનુ છે.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક સ્ટેશને આવેલી ગાડીમાંથી મુસાફરે બૂમ મારી : 'એ લારીવાળા, રૂપિયાનાં ગરમાગરમ ભજીયાં આલજે, ને મરચાંનો સંભાર ને આંબલીની ચટણી મહીં સારી પેઠે નાખજે – અને અલ્યા, બધું આજના છાપામાં વીંટીને લાવજે !!~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો