બુધવાર, 16 જૂન, 2010

Gujarati Joke Part - 44

મંગુ: અરે વાહ ચંદુજી., આ સુંદર કાર તમારી છે?

ચંદુજી: ખુલાસો કરતા કહે છે કે હા મારી છે પણ ખરી અને નથી પણ...જયારે શોપીંગ કરવાનું હોય ત્યારે મારી પત્ નીની, જયારે પિકનિક પર જવાનું હોય ત્યારે મારા બાળકોની અને જયારે તેને પેટ્રોલ અને સર્વિસની જરુર હોય ત્યારે આ કાર મારી બની જાય છે....


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ : 'આપણો છોકરો આટલી બધી ઠોકર ખાવા છતાં જરાય સુધરતો નથી.'
પત્ની : 'કોણ જાણે, હું મરી જાઉં પછી સુધરશે.'
પતિ : 'ભગવાન, એ સુધરે એ દહાડો જલદી આવે.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રશ્ન - સ્ત્રીઓ પોતાના મગજને બદલે પોતાના રૂપ તરફ કેમ વધુ ધ્યાન આપતી હોય છે ?
જવાબ - કારણ કે પુરૂષ ગમે તેટલો મૂર્ખ કેમ ન હોય, આંધળો નથી હોતો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો