ગુરુવાર, 3 જૂન, 2010

Gujarati Joke Part - 37

મનુએ પોતાના મિત્ર રાહુલને કહ્યું : રાહુલ, મારા મામા મોટા ચિત્રકાર છે. એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં ફેરવાઈ જાય છે.
રાહુલે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય ! મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ભાડૂત : બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી પડે છે, એ મેં તમને અનેક વાર કીધેલું છે; તો આમ ક્યાં સુધી ચાલશે ?
મકાનમાલિક : મને કેમ ખબર પડે ? હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું !


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બહેનપણી - કાલે એક છોકરો મને જોવા આવ્યો હતો તેણે મારું ખૂબ અપમાન કર્યુ.
બીજી બોલી - કેમ ?
પહેલીએ જણાવ્યુ - તે મને પૂછવા લાગ્યો કે તમને ગીત ગાતા આવડે છે ?
બીજીએ પૂછ્યુ - એમાં અપમાન ક્યા થયુ ? તેણે તો તને સીધો એક સવાલ જ પૂછ્યો
પણ તેણે ખાસ્સીવાર સુધી આ ગીત સાંભળ્યા પછી આ સવાલ કર્યો હતો - પહેલી બહેનપણીએ ચોખવટ કરી.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો