મંગળવાર, 19 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 87

ટીચર - જે પોતાને મૂર્ખ સમજતો હોય તે ઉભો થઈ જાય.
ત્યારે પપ્પુ ઉભો થઈ જાય છે.
ટીચર - તુ પોતાને સાચે જ મૂર્ખ સમજે છે ?
પપ્પુ - નહીં સર, હું તો તમને સાથ આપવા ઉભો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - મને તો મારા મિત્રએ કહ્યું હતુ કે તમારું અવસાન થઈ ગયુ છે.
બંતા- કેવી વાત કરી રહ્યા છો, હું તો તમારી સામે જ જીવતો ઉભો છુ.
સંતા- હું તમારી વાતથી વધારે મારા મિત્રની વાત પર વિશ્વાસ કરું છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચૂંટણીનો એક ઉમેદવાર ઘેર ઘેર ફરીને પ્રચાર કરતો હતો. એક ઘરનું બારણું ખૂલ્યું ત્યારે સામે એક મિજાજી સ્ત્રી ઊભી હતી.
'શું છે, બોલો ?' તે સ્ત્રીએ પૂછ્યું.
'તમારા પતિ કયા પક્ષના છે ?' ઉમેદવારે તે સ્ત્રીને પૂછ્યું.
સ્ત્રીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો : 'મારા પક્ષના; બીજા કોઈ પક્ષના હોય ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો