શુક્રવાર, 22 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 88

20 વર્ષની વયે હુ સમજતો હતો કે હું દુનિયાને બચાવી લઈશ
હવે તો તમે 30 વર્ષના થઈ ગયા હશો.
હા, હવે હુ માનુ છુ કે જો મારા વેતનમાંથી હુ થોડુ બચાવી શકુ તો હુ મારી જાતને ભાગ્યશાળી સમજીશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિરીષ : 'રમેશ, તું અને તારી પત્ની હંમેશાં રાત્રે જ કેમ ફરવા જાઓ છો ?'
રમેશ : 'એને તૈયાર થતાં જ સાંજ પડી જાય છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ભિખારી ભીખ માંગતા માંગતા એક દુકાન પર જઈને કહ્યું : 'ખરેખર તો હું એક લેખક છું, હાલમાં જ મારું એક પુસ્તક પ્રકાશિત થયું છે.
દુકાનદાર : શું નામ છે પુસ્તકનું ? ભિખારી : પૈસા કમાવવાના 101 નુસખા.
દુકાનદાર : તો પછી તું ભીખ શા માટે માંગે છે ?
ભિખારી ; આ પણ એમાંનો જ એક નુસખો છે !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો