મંગળવાર, 5 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 82

શિક્ષક - તે આ પ્રશ્નનો જવાબ કેમ ન આપ્યો ? આ એટલો સહેલો પ્રશ્ન છે કે કોઈ મૂર્ખ પણ આનો જવાબ આપી દે.
વિદ્યાર્થી - એટલે જ તો મે તેનો જવાબ ન લખ્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક સાહેબે પોતાની પત્નીને જણાવ્યુ આપણો પુત્ર મોટો થઈને નેતા બનશે
પત્ની બોલી - કેવી રીતે જાણ્યુ ?
પતિ - તેની વાતો પરથી, તેની વાતો સાંભળવામાં સારી લાગે છે પણ તેનો મતલબ કંઈ નથી નીકળતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મેડમ એ ચુન્નુને પૂછ્યું - તારી તબિયત તો સારી છે ને ? છેલ્લા ત્રણ દિવસથી તુ લેશન નથી કરી લાવતો.
ચુન્નુ એ જવાબ આપ્યો - મારી તબિયત તો સારી છે, પણ કામવાળી બાઈ બીમાર છે. એટલે ઘરના કામોમાંથી પપ્પાને જ સમય નથી મળતો કે તે મારા હોમવર્ક પર ધ્યાન આપી શકે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો